Wednesday, 7 October 2026



---


*Title: પ્રાર્થના થી પોસ્ટ સુધી - મારો 3 વર્ષ નો અનુભવ*


મારા જીવનના પાછલા 3 વર્ષ સંઘર્ષ ભર્યા હતા.


હું કંપનીમાં એક નિમ્ન પોસ્ટ પર કામ કરતો હતો. એક દિવસ હિંમત કરીને મેં મેનેજમેન્ટ સર ને કીધું કે, "સર હું પણ પેલા ભાઈ ની જેમ કોમ્પ્યુટર પર કામ કરી શકીશ?"


ત્યારે સર એ મારા પર વિશ્વાસ મૂકીને કીધું - "તું બીજી ઘણી કંપનીમાં HR Admin / Admin Work જેવી મોટી નોકરી કરી શકે છે."


આ વાત ત્યાં કોમ્પ્યુટર પર કામ કરતો ભાઈ સાંભળી ગયો. પછી એણે મને ટોણો મારતા પૂછ્યું, "HR નું ફૂલ ફોર્મ શું થાય?" મેં સાચો જવાબ આપ્યો. એ ભાઈ અને એના બધા દોસ્તાર COPA કોર્ષ કરેલા હતા. ત્યારે મેં પણ નક્કી કર્યું કે મારે પણ COPA કરવો છે અને HR માં જ નોકરી કરવી છે.


જે ભાઈ એ મને HR ની નોકરી કરવાનું કીધું એ રાજસ્થાનના મઘા ભાઈ ચૌધરી છે, જે આજે Lakme Lever Padana માં સેવા આપે છે, એમનો હું હંમેશા આભારી રહીશ.


*ગાયો ને જોઈને થયેલી પ્રાર્થના*


2023 માં લંપી વાયરસ માં મેં ગાયોના મોત જોયા. એમની ચામડી પર નિશાન, ભૂખી તરસી ગાયો જ્યારે ઘર આગળ આવીને ઊભી રહેતી, ત્યારે મનમાં થતું કે આ અબોલ, રોગી અને અસહાય જીવો માટે મારે કંઈક કરવું જોઈએ.


2026 ના ચોથા મહિનામાં, થરાદ માં મારા સાઢુના ભાડાના મકાને સવારે હું વિચારતો હતો કે મારી પાસે કોઈ નોકરી નથી. અચાનક રસ્તા પર રખડતી, માંગીને ખાતી અને બીમાર પડતી ગાયો યાદ આવી. ઘરમાં જ બેસીને મેં મારા ઈષ્ટદેવ ભગવાન આગળ સાચા દિલથી પ્રાર્થના કરી કે "મને સારી જગ્યાએ નોકરી લાગે જેથી હું આ જીવોની સેવા કરી શકું."


ભગવાને સાંભળી. 3 જ મહિનામાં એ પ્રાર્થના સાચી પડી.


*જુલાઈ 2026 - સેવા ની શરૂઆત*



જુલાઈ 2026 માં મને *GROOMING ANIMAL HEALCARE* કંપનીમાં *Administrative Officer* તરીકે નોકરી મળી.


આજે હું એ જ કંપનીમાં પશુઓની દવાઓ, VSO સેલ અને બીજી બધી સેવાઓ હેન્ડલ કરું છું. જે ગાયો માટે મેં પ્રાર્થના કરી હતી, આજે એ જ ગાયોની સેવા મારી નોકરી બની ગઈ છે.


કોઈના ટોણા ને મન પર ન લેતા, અને અબોલ જીવ માટે કરેલી સાચી પ્રાર્થના હંમેશા ફળે છે, એ હું મારા અનુભવથી કહું છું.


- ગણપતભાઈ ત્રિકમાભાઈ ચૌધરી

Tharad


કેવી લાગી પોસ્ટ? 

No comments:

Post a Comment