*બજેટ*2025-2026
જે વેપારી ભાઈઓ ના GST નંબર બન છે તે ફરી કોઈ દંડ વગર ચાલુ કરવામાં આવે અને GST દર ઘડાડવામાં આવે.બજાર બેઠું કરવા અને મન્દી નો સામનો કરવા GST દર ઘટાડવો જરૂરી છે.
લોકો ની ચાલુ લોન અને નવી લોન નો વ્યાજદર ઘટાડવામાં આવે 95% લોકો લોન પર જીવે છે.
ખેતી ની જરૂરિયાત વસ્તુ જેવી કે બિયારણ, દવા, ખાતર અને કૃષિ સાધનો પર કિંમત માં ઘટાડો કરો.
નાના વેપારી ને આધારકાર્ડ અને રહેઠાણ પુરાવા સાથે નજીવાદર પર લોન આપો જેથી બજાર ના મોંઘા વ્યાજ ના ભરડા માંથી બહાર નીકળે.
નાની ગાડી ને ટોલ ટેક્સ માંથી મુક્તિ આપો, મોટા વાહનો નો ટોલ માં ઘટાડો કરો.
રોડ પર પોલીસ, GST અને RTO ની લૂંટ, તોડ બાજી બન કરાવો, ખોટા દંડ કર્યા છે એ ઘટાડો લોકો પાસે સરકાર જે ધારી ને બેઠી છે એવા રૂપિયા નથી.ઓનલાઇન ચલણ ફાડવાનું બન કરો બાપા.
જરૂરી ડોક્યુમેન્ટ ના સુધારા માટે એરિયા પ્રમાણે કમિટી બેસાડી સુધારા કરાવો મામલતદાર અને પંચાયત માં લોકો નો સમય અને રૂપિયા બને વેડફાય છે.
ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરો, ગુનેગાર ને નોકરી માંથી બેદખલ કરી જેલ માં પૂરો અને બીજા ને મોકો આપો. એક પટ્ટા વાળો સામાન્ય માણસ પાસે અબજો ની મિલકત છે. ભ્રસ્ટાચારએ દેશ ને ખોખલો કર્યો છે.
કોર્પોરેટર, સરપંચ, ધારાસભ્ય, સંસદ જેવા ચૂંટાયેલા ઉમેદવાર ના કામ તપાસવા કમિટી બેસાડો જો કામ નથી કરતા તો રાજીનામુ લયી બીજા ને મોકો આપો જેથી લોકો નો અને દેશ નો વિકાસ થાય.
ગન્દકી કરનાર ને સજા કરો, દંડ કરો. સફાઈ ને પ્રોત્સાહન આપો. ગંદકી થી લાખો લોકો બીમાર પડી હોસ્પિટલ માં લૂંટાય છે અને મોત ને ભેટે છે.
જે તે કચેરી માં સ્ટાફ ની કમી છે તાત્કાલિક ધોરણે પુરી કરો જેથી લોકો ને હાલાકી નો સામનો ન કરવો પડે. લોકો નો સમય ઘણો બગડે છે. લોકો ધક્કા ખાય છે.
શિક્ષણ પ્રત્યે ધ્યાન આપો. તાત્કાલિક સ્કૂલો ઉભી કરો, ઉચ્ચ ગુણવતા નું શિક્ષણ મફત આપો, પ્રાઇવેટ શિક્ષણ મોંઘુ થયું છે લોકો લૂંટાય છે.ગામડામાં સરકારી શિક્ષકો ને સામાન્ય જ્ઞાન નથી.
દરેક તાલુકા પ્રમાણે સરકારી અધતન હોસ્પિટલ ઉભી કરો અને દરેક જાતના મશીનો આપો. રિપોર્ટ માં લોકો લૂંટાય છે મફત થાય એવુ આયોજન કરાવો.
બાયપાસ રોડ કરી જમીન સંપાદન કરવા કરતા જે તે હાઇવે પર એલિવેટેડ બ્રિજ બનાવી ખેડૂત બચાવો. એમાં ખર્ચ પણ ઘટશે. અને ટ્રાફિક સમસ્યા હળવી બનશે. લોકો ને રોડ, વાહન ના નિયમો સમજાવો.ટ્રાફિક જવાનો ની ભરતી કરો.
બળત્કારી અને ભ્રસ્ટાચારી ને જાહેર મોં ફાંસી આપો જેથી દાખલો બેસે અને સરકારી ખર્ચ અને પૈસા બને નો બચાવ થાય. સામાન્ય અને સીધા લોકો ના રીએક્સન ના નામે વરઘોડા કાઢવાનું બન કરો.
આખા દેશ મોં કાંતો દારૂબન્ધી કરો અથવા આખા દેશ મોથી દારૂબંધી હટાવી લો.દારૂબંધી ના નામે બોર્ડર પર સામાન્ય ગાડી વાહન ચાલકો હેરાન થાય છે.
તાલુકા પ્રમાણે જે તે વિસ્તાર માં બેરીકેટો નો અડિંગો બનાવ્યો છે એ કાઢો. વિદેશ માં આંતર રાષ્ટ્રિય બોર્ડર પર પણ આવા કોઈ બેરીકેટો નો અડિંગી નથી.
એરિયા પ્રમાણે ફરિયાદ પેટીઓ મુકો. જે તે લોકો ને જે તે ફરિયાદ હોય તે સમસ્યા નું સમાધાન લાવો. ગરીબો ના દબાણ ભલે તોડો પણ સામે એમને મકાન બનાવી આપો જેથી બેઘર ના થાય, એમને પણ બાળકો છે પરિવાર છે. એમને રજળતા ન મુકો.
પોલીસ, કલેકટર, ચૂંટણીપંચ, કોર્ટ વગેરે ને રાજકીય હાથો બનવાનું બન કરી નિષ્પક્ષ રહી કામ કરવા દો. દેશ એમનેમ આગળ નહીં આવે. દેશ માં નૈતિકતા ના પાઠ શીખવાડો.
નાના ખેડૂત અને ગરીબ લોકો ને પોતાનું મકાન બનાવવા નજીવા દરે લોન આપી સહાય કરો.
કોઈપણ નવા વાહન ખરીદવા ઓછામાં ઓછું 50% ડાઉનપેમેન્ટ કરો જેથી લોકો કરતા વાહન ન વધે. પ્રાઇવેટ ફાઇનાન્સ પર લગામ લગાવો. ગરીબો અને મધ્યમ વર્ગ લૂંટાય છે.મોબાઈલ tv, ફ્રિજ જેવી કંઝયુમર લોનો આપવાનું બન કરો. લોકો ના સિબિલ બગાડી ખોટા દંડ વસુલે છે.
મોટા પગાર દાર કર્મચારી ના પગાર કાપી સામાન્ય જેવા કે પોલીસ હેડકોસ્ટેબલ, પટાવાળા, સરકારી ડ્રાઈવર, st બસ ડ્રાઈવર અને અન્ય ખાતા ના નાના માણસ ના પગાર વધારો જે બિલકુલ ઓછા છે જે ઘર ચલાવવા સક્ષમ નથી.
બઁકો ના નિયમ માં ફેરફાર કરાવો. Tds ના નિયમ હટાવો. બઁકો નો સમય વધારો. દેશ તો ડિજિટલ પેમેન્ટ કર્યો પણ એ બધું સાચવવા સમય વધારો. 6 દિવસ બઁક સવારે 8 થી સાંજે 7 વાગ્યાં સુધી કરો. લોકો ને સ્ટેટમેન્ટ મફત કાઢી આપો.મિનિમમ બેલેન્સ 1000 રાખો. બઁકો લોકો ને લૂંટે છે.
સરકાર ને વિનતી કે સામાન્ય, ગરીબ અને મધ્યમ વર્ગ નું ધ્યાન રાખો, લોકો પીડાય છે એમની પર જુલ્મ મત કરો. દયાભાવ રાખો. આ દેશ ના જ નાગરિકો છે લોકો ની કોરોના કાળ પછી હાલત કફોડી બની છે.સરકારી કર્મચારી સામે લાલ આંખ રાખો.
જય હિન્દ. 🇮🇳
No comments:
Post a Comment